લતા હિરાણી ~ ઊગતી પરોઢમાં * Lata Hirani

ઊગતી પરોઢમાં કિરણોના દીવા લઈ આવીને કોણ ઊભું બારણે ! ઝરમરતી વાત ને ફરફરતી જાત થઈ સરસરતી લ્હેર કોને કારણે ?આવીને કોણ ઊભું બારણે ? આંખોમાં અટવાતા અંધારા આટોપી ખોલી દે અબરખ અટારીઓઝાકળને ઝોળીમાં ઝાડ પર ઝુલાવે એ ટશરોની ખોલે પટારીઓહળું હળું ખીલતી ને ખુલતી સુગંધોને હળવે હીંચોળે છે પારણેઆવીને કોણ ઊભું બારણે ? આખુંયે

લતા હિરાણી ~ સાદ કરું ત્યાં * Lata Hirani

સાદ કરું ત્યાં હરિ આવીને આગળ ડગલું ભરેપગલે પગલે દીવો થઈને સંગાથે સંચરેમારી આંખો ખરખર ખરે…… વાતે-વાતે વાંધા વેરી, વાતે-વાતે મરીપોથી-પુસ્તક શાસ્તરની મેં શોભા ભીંતે કરીઅણસમજથી કર્યા ઉધામા, રહી રહીને આછરેમારી આંખો ખરખર ખરે……  ઓછાબોલી હું અટવાતી, હરિએ હામી ભરીખૂબ ઉકાળી, ગાળી, ચાળી ; આખરમાં હું ઠરીબાથ ભરી છે સાવ ભરોસે, ભવબાધા પરહરેમારી આંખો ખરખર

લતા હિરાણી ~ મારી આંખો * Lata Hirani

મારી આંખો ઉજાગરાએ ઘેરી દૃશ્યોની પોઠો ને વણઝારો હાલી છે, આખીયે રાત બની વેરીમારી આંખો ઉજાગરાએ ઘેરી …….. ધુમ્મસિયો સાદ અને ધસમસતી નાવ એવા ચડતા ને ઊતરતા પૂરસાત સાત પાતાળે ધરબેલા પથરાના કેમ કરી કાઢવા કસૂરકાંટે કંતાતી નજરુંની ધારો ને અંધારું ગજવે છે શેરી  મારી આંખો ઉજાગરાએ ઘેરી ……. ઊંડે ને ઊંડે એ ઊતરતી જઈને તડકાના ટુકડાઓ તોડેઅણદીઠા આધારે

લતા હિરાણી ~ સખા રે * Lata Hirani

સખા રે, તું જાણે છે તળનેઆંખોના જળને, હૈયાની ખળભળને સખા રે, તું જાણે છે તળને…………..  પરપોટા ઉઠતાં ને ફૂટતાં, તરે સપાટી પરેસભર અદીઠું તળ છે આ તો પરવા નહીં લગીરેજળરાશિ તો અભર ભરેલી, સ્થિર કરી દે સળને ….. સખા રે… તું જાણે મનની દ્વારિકા, ટોડલ ને કાંગરીયાસ્વીકારી લે દેવ અમારી, રણઝણ આ ઝાલરીયામંત્ર મહા રે ફળ્યો

લતા હિરાણી ~ કોરો કાગળ * Lata Hirani

સાવ કોરો કાગળ જોઈએ મારે ને એમાં મારું સ્થાન ને મારી દિશા હું જ નક્કી કરું. લીટીઓ દોરી આપે કોઈ મારા રસ્તાની એ વાત મને મૂળે જ અસ્વીકાર્ય મારા શબ્દોને કોઈ કહે એમ ખસવાનું એટલું જ ચડવાનું કે ઉતરવાનું મને મંજૂર નથી એક પણ અક્ષર સીધી લીટી જેવો નથી એક એક અક્ષર નોખો એક એક

Scroll to Top