લતા હિરાણી ~ 365 દિવસનું * Lata Hirani
365 દિવસનું ગૂંથણ ~ લતા હિરાણી 365 દિવસનું એક ગૂંથણ જઈ રહ્યું છે ચુપચાપ.. આટલા દિવસ, એના અઢળક કલાકો ને અગણિત ક્ષણો સરવૈયું માંડી શકાય પણ જવા દઈએ. વીણી શકાય સુખો ને ઉલેચી શકાય દુઃખો પણ જવા દઈએ. કેટલાંક છૂટી ગયા કેટલાંક સાથે ચાલ્યા કોણ ? એ વિચારવું જવા દઈએ. એ હતું સત્ય, જે તે ક્ષણોનું હવે નથી
