સૂફી કવયિત્રી ઝેબુન્નિસા ~ સાંકળચંદ પટેલ
સંગીત સાહિત્ય અને નર્તનકલાના કટ્ટર વિરોધી અલમગીર ઔરંગઝેબે કલાઓનો જનાજો કઢાવેલો અને કહેલું : “એ બલાઓને એટલી ઊંડી દટાવી દેજો કે ભૂલેચૂકેય એનો અવાજ બહાર ન આવે.” પણ વિધાતાની વિચિત્રતાય જોવા જેવી છે. એના જ ઘરમાં, એની જ સૌથી મોટી પુત્રી સાહિત્યરસિક નીકળી અને ફારસી સાહિત્યમાં એનું નામ અમર થઈ ગયું. આ સાહિત્યરસિક શાહજાદી એ
