
ઝરણાંને ઓનલાઈન ભણવું ના હોય અને ટેકરીઓ પકડાવે કાન !
પ્હાડ જેવા દાદા તો હંમેશાં ક્યે છે કે કરવા દ્યો થોડાક્ તોફાન.
ભેખડ નથી કે નથી ભૂસકાં નથી કે નથી ક્યાંય એના મનગમતાં ઢાળ.
“સીધી સપાટ સ્ક્રીન જોઈ ઊંઘી જાય છે” નું ઝરણાંના માથા પર આળ.
મમ્મી પપ્પા તો સાવ ભોળા તે માની લે, જે પણ સમજાવો તે પ્લાન.
ધારો કે આ વર્ષે થોડુંક નહીં શીખે તો ખાટું કે મોળું શું થાશે ?
મારું આ ઘર અને મારું કુટુંબ છે, એટલું તો પાક્કું ઘૂંટાશે.
સાથે રહેવાનો આવો લ્હાવો મળ્યો છે તો એનું પણ કરીએ સન્માન.
~ કૃષ્ણ દવે
મૂળ પોસ્ટીંગ 21.10.2020
ઉર્વી પંચાલ
22-10-2020
વાહ્ સુંદર રચના
કિશોર બારોટ
21-10-2020
મજ્જાનું ગીત.
