લતા હિરાણી – આ ખળખળતા ઝરણાં * Lata Hirani

આ ખળખળતા ઝરણાંને ઝળહળની માયા
આ મઘમઘતા ફૂલોને પાંખાળી છાંયા.  

રે ઝાકળને આપી દો વહેવું વસંતી 
ને ભમરાને સોંપી દો ખીલવું સુગંધી.

ગતિ કે સ્થિતિ હો તરસ પામવાની
તિમિર તેજનાં તળ અકળ માપવાની

આ નભ પાસે આવે ને પોતાનું લાગે
પછી ભોમ ખેંચીને હૈયે લગાવે.

ક્ષણક્ષણ સમયજળ તો વહેતું જ રહેશે
એ ઝીણેરા છાંટાઓ હળવેથી કહેશે, 

ઘડીમાં જ સ્થાપી દો કલરવતા ગાણાં
ઘડીમાં ઉથાપી દો કંકાસી પાણાં*

થવા દો બધું આજ રંગીન રસબસ
ઊગ્યો જો ને સૂરજ, સવારો છે ધસમસ…

~ લતા હિરાણી

*પાણા (પથ્થર)

કાવ્યસંગ્રહો :  1. ‘ઝળઝળિયાં’  2. ‘ઝરમર’ 

19.11.2020

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top