લતા હિરાણી ~ કોરો કાગળ * અનુ. પ્રતિષ્ઠા પંડ્યા * Lata Hirani * Pratishtha Pandya

કોરો કાગળ

સાવ કોરો કાગળ જોઇએ મારે
ને એમાં મારું સ્થાન
ને મારી દિશા હું જ નક્કી કરું

લીટીઓ દોરી આપે કોઇ  મારા રસ્તાની
એ વાત મને મૂળે જ અસ્વીકાર્ય
મારા શબ્દોને કોઇ કહે એમ ખસવાનું
એટલું જ ઉતરવાનું કે ચડવાનું 
મને મંજુર નથી

એક પણ અક્ષર સીધી લીટી જેવો નથી
એક એક અક્ષર નોખો 
એક એક માનવી  અનોખો
પર્વત, શિખર, નદી, ઝરણાં, તરણાં
ઇશ્વરે એને ક્યાંય લીટીઓથી બાંધ્યા નથી

હું એટલે
મારામાં વહેતું ઝરણું
મારામાં ઉગતું તરણું
ને એમાંથી પ્રકટતા શબ્દો……  

~ લતા હિરાણી

*****

I only want
blank sheets
unruled paper
One, where I chart
my own directions

I don’t want anyone
to draw a line, a path for me
No one herding my words
a little above that line
a little below this line
No, not for me.

Letters are no straight lines
they have got curves
each to his own
Like us

And the mountains,
and rivers, streams,
and blades of grass.
Gods don’t think
in straight lines either

So why me
and that which flows within me
or grows inside me
and speaks through me?

~ Lata Hirani

Translated from Gujarati by Pratishtha Pandya

OP 25.5.21

*****

*****

પ્રફુલ્લ પંડ્યા

29-06-2021

વાહ! ” હું એટલે મારામાં વહેતું ઝરણું, મારામાં ઉગતું તરણું ને એમાંથી પ્રકટતા શબ્દો…..” સ્વ શક્તિની પ્રતિષ્ઠા કરતું સુંદર કાવ્ય અને એટલો જ સુંદર અનુવાદ !

છબીલભાઈ ત્રિવેદી

27-05-2021

આજનુ કાવ્ય વિશ્ર્વ નુ કાવ્ય ખુબજ સરસ બધા વિભાગો ખુબજ માણવા લાયક સાહિત્ય અંગે ના બધાજ પાસા નો સમન્વય ખુબજ ઉમદા ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

રેખાબેન ભટ્ટ

26-05-2021

લતાબેનનું મને ગમતું કાવ્ય. આમ તો જોકે મને કાવ્યવિશ્વ માં રજુ થતા કાવ્યો પણ ગમે છે. કેમકે બધા ચીવટથી પસંદ થયેલા અને ઉત્તમ હોય છે.

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

25-05-2021

હું ભૂલતો ના હોઉં તો આ તમારી પહેલી રચના છે એમ આપે કહેલું. ખૂબ જ સરસ આત્મ પ્રતિતી સાથે પ્રતિકાત્મક રીતે ભાવના રજૂ કરી છે.
ભાષાંતર પણ ખૂબ સરસ.

છબીલભાઈ ત્રિવેદી

25-05-2021

લતાબેન આપનુ હુ અેટલે કાવ્ય ખુબજ સરસ, આપના આ કાવ્ય મા આપની ખુમારી ના દર્શન થાય છે વ્યક્તિ પોતાની રીતે પોતાનુ જીવન જીવવા કટિબધ્ધ હોય તો ખુમારી થી જીવી શકે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top