પરબતકુમાર નાયી ‘દર્દ’ ~ આવું તો કેમ ? * Parbatkumar Nayi

સપનાનું આવું તો કેમ ?
હોંશીલો હાથ જરા અડકે ના અડકે ત્યાં થઈ જાતું પરપોટા જેમ……….

સપનું ઊગ્યા પછી આંખોના ફળિયામાં ઊગ્યાં છે મનગમતાં ફૂલ,
સપનું ઊગ્યા પછી કો’ક એમ કહેતું કે જીવન કરી દ્યો ને ડૂલ !!
ઝાકળના ફોરાને તડકાના દેશથી  લઈ જાશું કેમ હેમખેમ ?
સપનાનું આવું તો કેમ ?

સપનાની હોડી લઈ પાંપણના દરિયામાં ખેપો આ કરવાની કેટલી ?
પાણીનું નામ એને આપી આપીને સખી આંખોને ભરવાની કેટલી !!
જોશીને પૂછ્યું તો વેઢા એ ગણતો અને સૈયર કહે સપનું તો વ્હેમ !
સપનાનું આવું તો કેમ ?

~ પરબતકુમાર નાયી ‘દર્દ’

સપનું કેવું હોય ? વાસ્તવમાં સપનું ક્યારેક ડરામણું હોય શકે પણ સપનાની કલ્પના તો લીલીછમ વનરાઈમાં વહેતા ઝરણાં જેવી જ હોય ! એક ખળખળ પ્રવાહ આંખોને અને મનને ઠારતો વહ્યે જ જાય….. આંખો બંધ કરીને એની સાથે વહેવાનું હોય અને ફૂલોના દરિયામાં તરવાનું હોય….

બસ, આવું જ છે આ ગીત ! અલબત્ત શરૂઆતમાં કવિએ સપનાની સચ્ચાઈ જણાવી દીધી છે, ‘સપનાનું આવું તો કેમ ?’ પણ પછી પાંપણના દરિયામાં કવિએ પોતાની સાથે ભાવકને હિલોળે ચડાવ્યો છે. આ કલમ ખૂબ તેજસ્વી બનશે એમાં શંકા નથી.

મૂળ પોસ્ટીંગ 27.10.2020

*****

ઈશ્વર ચૌધરી ઉડાન

27-10-2020

વાહ…! ક્યાં બાત
મજાનું ગીત

K.c.prajapati

27-10-2020

Superb ….

ગોતમ વકાણી આણંદ

27-10-2020

સ્વપ્નના ભાવ પ્રદેશમાં કલ્પનની નૈયાએ ઉત્તમ સફર ખેડી છે. વાહ…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top