



🥀 🥀
Sensing the Stream of Life – ‘જીવનધારાની અનુભૂતિ’ (દ્વિભાષી કાવ્યો)
શ્રી પ્રદીપ ખાંડવાળાના આ કાવ્યસંગ્રહમાંથી પસાર થવાની અને એમાંના ‘પ્રકૃતિની અનુભૂતિ’ હેઠળ સમાવાયેલા ‘દરિયાઈ લીલા’ કાવ્યો વિશે નોંધ લખવાની તક આપવા બદલ શ્રી પ્રદીપ ખાંડવાળાની આભારી છું.
‘પ્રકૃતિની અનુભૂતિ’
‘પ્રકૃતિની અનુભૂતિ’ …. એ એક કાવ્યસંપૂટ છે જેમાં સમગ્રતયા આસપાસ અનુભવાયેલી પ્રકૃતિ છે….. ચૌદ જેટલાં તો સમુદ્રકાવ્યો છે બાકી અન્ય કાવ્યો. સાગરકાવ્યોમાં એક જ વિષયના જુદાં જુદાં કલ્પનો દ્વારા રજૂઆતમાં સાગરનું માનવીયકરણ થયું છે.
એક લઘુકાવ્ય – ‘આટલું લવણજળ / એકઠું કરવા / કેટલાં રડ્યાં ?’ – દરિયા જેટલી ખારાશ ભરવા માટે સમગ્ર સંસારની પીડાએ ઝંપલાવવું પડે ! ….. લાઘવ અને અર્થપૂર્ણતાનો સરસ સમન્વય.
‘છકેલાં ઊંડાણ / રેતીના કણોમાંથી / લથડતાં / પાછાં વળી રહ્યાં છે !’ – સમુદ્રનું દરેક બુંદ એના ઊંડાણ અને એની સમગ્રતાનું પ્રતિરૂપ છે….. સમુદ્રકાવ્યોમાં મહદ અંશે કલ્પનો પીડાદાયક છે…
અન્ય કુદરત કાવ્યો જોઈએ તો મૌનને વ્યાખ્યાયિત કરવાની કવિની રીત સૌંદર્યથી ભરી ભરી છે. કાવ્યોમાં ક્યાંક ચોટદાર સરખામણી છે તો ક્યાંક અસરકારક અંત….. અનેક કાવ્યોમાં વાત સંપૂર્ણપણે વ્યંજનાના સ્તરે ઉપસે છે. કેટલાક કાવ્યોમાં પ્રથમ વાંચને અભિધાના સ્તરે લાગતી વાત બહુ જલ્દી વ્યંજના તરફ વળી જાય છે.
~ લતા હિરાણી
🥀 🥀
Sensing the Stream of Life – જીવનધારાની અનુભૂતિ (દ્વિભાષી કાવ્યો) * પ્રદીપ ખાંડવાળા * ઝેન ઓપસ 2023




વાહ, ખૂબ સરસ, આવકાર, અભિનંદન
સરસ કવિતાઓ અને આસ્વાદ. કવિશ્રી પ્રદીપ ખાંડવાળાને અભિનંદન. ધન્યવાદ.
ખુબ ખુબ અભિનંદન સ્વાગત