કદાચ કાલે હું ન હોઉં
કદાચ કાલે હું ન હોઉં
કાલે જો સૂરજ ઉગે તો કહેજો કે
મારી બિડાયેલી આંખમાં
એક આંસુ સૂકવવું બાકી છે.
કાલે જો પવન વાય તો કહેજો કે
કિશોર વયમાં એક કન્યાના ચોરી લીધેલા સ્મિતનું પક્વફ્ળ
હજી મારી ડાળી પરથી ખેરવવું બાકી છે.
કાલે જો સાગર છલકે તો કહેજો કે
મારા હ્રદયમાં ખડક થઈ ગયેલા
કાળમીંઢ ઈશ્વરનાં ચૂરેચૂરા કરવા બાકી છે.
કાલે જો ચંદ્ર ઉગે તો કહેજો કે
એને આંકડે ભેરવાઈને બહાર ભાગી છૂટવા
એક મત્સ્ય હજી મારામાં તડફડે છે.
કાલે જો અગ્નિ પ્રગટે તો કહેજો કે
મારા વિરહી પડછાયાની ચિતા
હજી પ્રગટવી બાકી છે.
કદાચ હું કાલે નહિ હોઉં.
– સુરેશ હ. જોશી
शायद कल मैं ना रहूँ
शायद कल मैं ना रहूँ
कल अगर सूरज उग जाए तो उसे कहना
मेरी बंद आंखों में
एक आंसू सुखाना बाकी है
कल अगर हवा बहे तो कहना
अल्लड़पन में चुराया हुआ
एक लड़की की मुस्कराहट का
पक्का फल
मेरी शाख से गिराना बाकी है
समंदर गर कल छलके तो बताना
सीने में जो पत्थर बनकर अड़ा है
उस सियाह ईश्वर को चूर-चूर करना बाकी है
कल चाँद निकल आए तो कहना
उससे लिपटकर भागने को तैयार एक मछली
मुझ में अभी छटपटा रही है
अगर कल अग्नि प्रकट हो तो बताना
मेरी विरही परछाई की चिता
अभी जली नहीं है
शायद मैं कल ना रहूँ …
– सुरेश जोशी
भावानुवाद लता हिरानी
OP 14.9.21
*****
*****
Sarla Sutaria
18-09-2021
જેવું કાવ્ય સુંદર એવો જ ભાવાનુવાદ પણ સુંદર. 👏👏👏🌹
વિજય ઠાકર
16-09-2021
જીંદગી ના કેનવાસ પર વેદનાનુ ચિત્ર દોર્યું હશે
ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ
14-09-2021
આ કવિતા જેમાં હતી એ નાનું સુ. જો. નું પુસ્તક મને કોલેજમાં હતો ત્યારે કવિતાની પ્રતિસ્પર્ધા માં ઈનામમાં મળેલું ત્યારથી એ મારું ખૂબજ ગમતું કાવ્ય છે. ભાવાનુવાદ ખૂબ સરસ.
છબીલભાઈ ત્રિવેદી
14-09-2021
સુરેશભાઈ જોશી ના કાવ્ય નો ભાવાનુ વાદ આપે ખુબજ સુન્દર અનુવાદ આપે ખુબજ સરસ કરેલો છે આપની મહેનત ને સલામ આભાર લતાબેન
