પ્રણવ પંડ્યા ~ કવિતાથી વધુ કંઈ નહીં
કશુંય ના કવિતા સમ, કવિતાથી વધુ કંઈ નહીંકવિતાના જ ખાઉ સમ, કવિતાથી વધુ કંઈ નહીં ખીલે એ પાનખરમાં ને વસંતે થાય વૈરાગીનરી નિત મ્હેંકતી મોસમ, કવિતાથી વધુ કંઈ નહીં કવિતા એટલે કાગળમાં માનવતાના હસ્તાક્ષરતપાસો સત્વ, રજ ને તમ, કવિતાથી વધુ કંઈ નહીં કદી એકાંત અજવાળે, કદી આ આંસુઓ ખાળેબનાવે શ્વાસને ફોરમ, કવિતાથી વધુ કંઈ નહીં
