સુન્દરમ્ ~ ઢૂંઢ ઢૂંઢ તોહે * Sundaram 

ઢૂંઢ ઢૂંઢ તોહે  ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં,રો રો કર મોરી થક ગઈ મતિયાં.ઢૂંઢ ઢૂંઢ તોહે… બનબન ઢૂંઢત બની બાવરી,તુમરી સૂરત પિયા કિતની સાંવરી,કલ ન પડત કહીં ઔર ઔર મોહે,ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં. દરસ દિયો પિયા! તરસત નૈના,તુમ બિન ઔર કહીં નહીં ચૈના,દિન ભયે રૈન, રૈન ભઈ દિના,ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ

ઉમાશંકર જોશી ~ લૂ જરી તું * Umashankar Joshi

લૂ, જરી તું ધીરે ધીરે વા, કે મારો મોગરો વિલાય !કોકિલા, તું  ધીમે ધીમે ગા,કે મારો જિયરો દુભાય ! પાંખો થંભાવી ઊભું સ્થિર આભ પંખી,સૃષ્ટિ મધ્યાહન કેરા ઘેનમાં છે જંપી.એકલી અહીં હું રહી પ્રિયતમને ઝંખી……. લૂ,જરી તું… ધખતો શો ધોમ, ધીકે ધરણીની કાયા:ઊભી છું ઓઢીને પ્રિયતમની છાયા;પરિમલ ઊડે, ન ફૂલ હૈયે સમાયાં….. લૂ, જરી તું…

મકરંદ દવે ~ અનાદિ મથામણ * Makarand Dave

અનાદિ મથામણ છે અનાદિ મથામણ છે મારી ગઝલમાં,નશીલું નિવારણ છે મારી ગઝલમાં. અનામીની થાપણ છે મારી ગઝલમાં,અભાગીનું ખાંપણ છે મારી ગઝલમાં. ઉઘાડા ગગનનો શિરે આશરો છે,ને ધરતીનું ધાવણ છે મારી ગઝલમાં. નથી જેની માસૂમ નજર નંદવાણી,કુંવારું એ કામણ છે મારી ગઝલમાં. તમારી જ ભીતર બિરાજે છે તેની,ભવોની ભલામણ છે મારી ગઝલમાં. ફરી દિલની પાંખો ફડફડશે

ચંદ્રકાંત શેઠ ~ ખાલી કૂવે Chandrakant Sheth

ખાલી કૂવે કોશ ચલાવી ~ ચંદ્રકાંત શેઠ ખાલી કૂવે કોશ ચલાવી હવે અમે તો થાક્યા રેઅરે! અમારે તળિયે કોરાં ઝરણ ઝાંઝવાં જાગ્યાં રે ખેતર મોટાં, ખેડ ઘણેરી, બીજ ઊંચેરાં વાવ્યાં રે,ગગન થકી નહીં અમરત ઊતર્યાં, ઊગતાંમાં મુરઝાયાં  રે,ખાલી હાથે અમે જ અમને અદકા ભારે લાગ્યા રે મનના મારગ ખૂંદતાં ખૂંદતાં બોર રૂપાળાં મળિયાં રે,જયારે ચાખ્યાં ત્યારે

મનોજ ખંડેરિયા ~ સજા મળી છે * Manoj Khanderiya

જરાય દોસ્તો ખબર નથી કે અમોને શાની સજા મળી છે,કશું જ તહોમત નથી જ માથે, વગર ગુનાની સજા મળી છે. વિનમ્ર થઈને કદાપિ એકે કરી ન ફરિયાદ જિંદગીમાં,રહી રહી ને ખબર પડી કે ન બોલવાની સજા મળી છે. ઘણીય વેળા ઊભા રહ્યા તો અશક્ત માની હટાવી દીધા,ઘણીય વેળા સમયથી આગળ વધુ થવાની સજા મળી છે.

મકરંદ દવે ~ ખેલત વસંત * Makarand Dave

ખેલત વસંત આનંદકંદ    સોહે ગુલાલમય શ્યામ અંગ નીરદ નવીન પર અરુણ રંગ પટપીત વીજ ચમકે અમાપ, શિર મોરપિચ્છ જ્યમ ઇન્દ્રચાપ પિચકારી કેસૂ જલ રેલછેલ, તરબોળ ગોપગોપી છકેલ નાચે નિછોરી હસી નંદલાલ, કેસર અબીલ કુમકુમ ગુલાલ બાજે મૃદંગ ડફ વેણુશોર, ગાજે સુઘોષ ઘન ગગન ઘોર હરિ બોલ રંગ હરિ બોલ રાગ, ગાવત ગુણીજન હોરી ફાગ મકરન્દ

રમેશ પારેખ ~ વ્હાલ કરે તે વ્હાલું Ramesh Parekh

‘વ્હાલ કરે તે વ્હાલું ! આ મેળામાં ભૂલો પડ્યો હું કોની આંગળી ઝાલું? ફુગ્ગા ને ફરફરિયાં જોઉં જોઉં લેણાદેણી કોઈક વેચે વાચા કોઈક વ્હોરે ફૂલની વેણી કોઈક ખૂણે વેચે કોઈ પરમારથનું પ્યાલું! ક્યાંક ભજન વેચાય ક્યાંક વેચાય કંઠી ને ઝભ્ભો શું શું અચરજ કરે કાળના જાદુગરનો ડબ્બો સૌ સૌનો ઉત્સવ છે એમાં હું અટવાતો ચાલું!

દયારામ – ચિત્ત તું

ચિત્ત તું શીદને ચિંતા ધરે?કૃષ્ણને કરવું હોય તે કરે! સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે;સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરેકૃષ્ણને કરવું હોય તે કરે! દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નીસરેકૃષ્ણને કરવું હોય તે કરે! તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે?ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી

Scroll to Top