કવિ દાદ ~ કાળજા કેરો
કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યોમમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો,ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો બાંધતી નહીં અંબોડલો બેની, ઇ મર ને છૂટી ગ્યો,રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો આંબલીપીપળી ડાળ બોલાવે હે બેના એકવાર હામું જોઅરે ધૂમકા દેતી જે ધરામાં
