મનોહર ત્રિવેદી ~ વાયરો આવી અટક્યો સામે* Manohar Trivedi
પગ મૂકું ત્યાં પથ વાયરો આવી અટક્યો સામે લૈ પોતાનો રથ…. ઝાડવાં એની ડાળ હલાવી, નિત કરે સ્વાગતક્યાંય રોકાવું પાલવે નહીં, હોય જે અભ્યાગતસ્હેજ કાંઠાને અડકે નદી : અડકે ત્યાં તીરથપગ મૂકું ત્યાં પથ. હોત અરે, પાષાણ તો પડ્યો હોત ત્યાં પડ્યો હોતધરતીથી નભ ઊડવા જેવું, ધૂળપણું પણ ખોતમેઘને આપે નોતરું એ તો હોંશથી હથોહથપગ
