રાજેન્દ્ર પટેલ ~ વૃક્ષ

જ્યારથી વૃક્ષ ઉપરથી પહેલું પંખી ગીત ગાઈને ઊડી ગયું ત્યારથી વૃક્ષ ઝૂરતું રહ્યું એના માટે એ ઝુરાપામાં ને ઝુરાપામાં એને ફણગી ઊઠ્યાં ફળ લચી પડ્યા ફૂલ જેટલી વાર કોઈ મધમાખીએ ચૂસ્યાં ફૂલ જેટલી વાર કોઈ પંખીએ કોચ્યાં ફળ વૃક્ષ ફરી ફરીને ફણગતું રહ્યું પેલું પંખી તો પાછું ફર્યું નહીં પણ વૃક્ષ જીવતું રહ્યું એની રાહમાં

Scroll to Top