મેઘજી ડોડેચા ‘મેઘબિંદુ’ ~ જનમોજનમની * નંદિની ત્રિવેદી

જનમોજનમની આપણી સગાઇ હવે શોધે છે સમજણની કેડી આપણા અબોલાંથી ઝૂર્યા કરે છે હવે આપણે સજાવેલી મેડી… બોલાયેલા શબ્દોના સરવાળા-બાદબાકી કરતું રહ્યું છે આ મન પ્રત્યેક વાતમાં સોગંદ લેવા પડે છે કેવું આ આપણું જીવન મંઝિલ દેખાય ને હું ચાલવા લાગું ત્યાં વિસ્તરતી જાય છે આ કેડી……. રંગીન ફૂલોને મેં ગોઠવી દીધાં છે તેથી ખીલેલો

વિનોદ જોશી ~ કૂંચી આપો * Vinod Joshi * Lata Hirani

કૂંચી આપો બાઇજીતમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઇજી…….. કોઇ કંકુથાપા ભૂંસી દઇ, મને ભીંતેથી ઉતરાવોકોઇ મીંઢળની મરજાદા લઇ, મને પાંચીકા પકડાવોખડકી ખોલો બાઇજીતમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઇજી….. તમે ઘરચોળામાં ઘુઘરીયાળી ઘરવખરી સંકેલીતમે અણજાણ્યા ઉંબરિયેથી મારી નદિયું પાછી ઠેલીમારગ મેલો બાઇજીતમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઇજી…… ~ વિનોદ જોશી આસ્વાદ ~ લતા

રમેશ પારેખ ~ ધીમે ધીમે * યોસેફ મેકવાન Ramesh Parekh Yosef Mecwan

તમને ફૂલ દીધાનું યાદ ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં તરતા ખેતરશેઢે, સોનલ… અમે તમારી ટગરફૂલ-શી આંખે ઝૂલ્યા ટગરટગર તે યાદ અમારી બરછટ બરછટ હથેળીઓને તમે ટેરવાં ભરી કેટલીવાર પીધાનું યાદ ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ…… અડખેપડખેના ખેતરમાં ચાસ પાડતા,  હળ મારી

લાભશંકર ઠાકર ~ રૂંધાતા ગળામાંથી * હર્ષ બ્રહ્મભટ્ટ * Labhshankar Thakar * Harsh Brahmabhatt

રૂંધાતા ગળામાંથી ઊંચકાઈને ફફડતા હોઠ સુધી આવેલો સૂકા કચડાતા પાંદડા જેવો શબ્દોનો અસ્પષ્ટ લય જરાક ઢોળાયો..  અને…    ~ લાભશંકર ઠાકર આસ્વાદ ~ હર્ષ બ્રહ્મભટ્ટ લાભશંકર ઠાકરના ‘કવિનું મૃત્યુ’ કાવ્યમાંથી પસાર થયો. શરીરમાંથી પહેલાં તો એક લખલખું પસાર થઇ ગયું. પછી સવાલ જાગ્યો, માત્ર છ પંક્તિના આ અછાંદસ કાવ્ય વિશે શું લખું ? શું લખી

યોગેશ જોષી ~ આંબાને * રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ * Yogesh Joshi * Rajesh Vyas Miskeen

આંબાને પહેલવહેલકા મરવા ફૂટે તેમ મને સ્તનની કળીઓ ફૂટી ત્યારે મેં ડ્રોઇંગ-બુકમાં ચિત્ર દોરેલું નાની નાની ઘાટીલી બે ટેકરી અને વચ્ચે ઊગતો નારંગી સૂર્ય mastectomy ના ઓપરેશન પછી હવે એક જ ટેકરી એકલી અટૂલી શોધ્યા કરું છું, શોધ્યા જ કરું છું – રાતો સૂરજ… ~ યોગેશ જોષી સ્ત્રીના સ્તન વિશે ઘણી કવિતાઓ લખાઈ છે. સ્તન

રમેશ આચાર્ય ~ પાછલી રાતે * સંજુ વાળા * Ramesh Acharya * Sanju Vala

પાછલી રાતેજોઉં તો : આદિવાસીકન્યાની છાતી                                                            શી   ટેકરીઓ   તાકે રાની  પશુની  આંખ. ~ રમેશ આચાર્ય આપણી કવિતાની વાત હોય કે જગતકવિતાની પણ એથિક્સ અને એસ્થેટિક કાયમ સંધર્ષમાં રહ્યા છે. જગતની વ્યવહારું સભ્યતાએ કાયમ એથિક્સના જ પક્ષમાં રહીને એવું કહ્યું છે કે, ભલે એ સર્જકોનો ઉન્મેષ હોય પરંતુ એથી એને જનસમાજના ઠેરવેલા આદર્શોને ભસ્મીભૂત કરવાનો જરા પણ

જયેન્દ્ર શેખડીવાળા * સુરેશ દલાલ Jayendra Shekhadiwala Suresh Dalal

ફૂલ ને ફોરમ અજાણ્યા દેશમાં સામા મળ્યાંકોઈ સાંજે એમ પગલાં આપણાં સામા મળ્યાં.  મોર ચીતરેલી ક્ષણો આપી ગયું કો’ સ્વપ્નમાંને ગગનને મહેકના પડઘાનાં ધણ સામા મળ્યાં. આપણો સૂકો સમય થઈ જાય છે જ્યારે નદી –થાય છે કે, સૂર્યને પણ દર્પણો સામાં મળ્યાં. કોઈ ઘૂમરીમાં ડૂબ્યું તો કોઈ આકાશે ડૂબ્યું :શ્વાસના એકાંતને એનાં વતન સામા મળ્યાં. આજ બારી બહાર દૃષ્ટિ ગઈ અચાનક જે ક્ષણેઆંખને ગઇકાલના

પ્રાર્થના

હે પ્રભુ, અમારી પ્રાર્થના એટલા માટે નથી કે અમે જે માગીએ એ અમને મળે. અમારી પ્રાર્થના તો અમારા હૃદયના વહેણને તમારી તરફ ખુલ્લાં કરવા માટે છે જેથી અમારા દ્વારા તમે જે ઈચ્છો એ કરી શકો.   અમારી પ્રાર્થનાનો ઉદ્દેશ એ જ છે કે તમે જે કંઇ ઇચ્છો એનો અમે સ્વીકાર કરીએ. અમારા મન અને વલણો તમારી

પદ આદિ લઘુકાવ્યો : ઉમાશંકર જોશી * Umashankar Joshi

પદ આદિ લઘુકાવ્યો – ઉમાશંકર જોશી આપણી ભાષાઓમાં પદ શબ્દ કાવ્યના અમુક ખાસ પ્રકારનો નિર્દેશ કરવા માટે વપરાયો છે. મીરાંના પદ, ભાલણનાં પદ, ધીરાનાં પદ,દયારામના પદ, એ જ પ્રમાણે વ્રજમાં સુરદાસનાં પદ, અવધીમાં તુલસીદાસના પદ, બંગાલીમાં ચંડીદાસના પદ જાણીતાં છે. નાના ટૂંકા ગેય કાવ્યો પદો કહેવાય છે.   કાવ્યના બધા પ્રકારોમાં આ પદનો કાવ્યપ્રકાર દરેક સાહિત્યના

ગદ્યકાવ્ય : યોસેફ મૅકવાન

ગદ્યકાવ્યનું સ્વરૂપ : યોસેફ મૅકવાન સાર્થક જોડણીકોશ પ્રમાણે – કાવ્યની શૈલીમાં લખાયેલું ગદ્ય’. ફ્રેન્ચ ભાષામાં 18મી સદીથી ગદ્યકાવ્યનું અસ્તિત્વ આજદિન સુધી ચાલતું રહ્યું છે! ફ્રેન્ચ કવિ બોદલેરના નિધન બાદ એમના પચાસ ગદ્યકાવ્યોનો સંગ્રહ Petits Poemes en Prose’ પ્રગટ થયો હતો. તેમના કવિ મિત્ર આર્નેસ હુસાયને આ ગદ્યકાવ્યોને જગતમાં સ્વાયત્ત – સ્વતંત્ર કાવ્યપ્રકાર તરીકે સ્થાપ્યો. પછી

Scroll to Top